તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
સુરતના ઉધનામાં ટ્રક અડફેટે આધેડનો પગ છુંદાઈ ગયો : લોકોએ ચાલકને પકડ્યો
પોલીસે ટ્રક ચાલક જસવિંદરની અટકાયત કરી વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈ જઈ કાયદેસરની તપાસ શરૂ કરી

સુરતના ઉધના વિસ્તારમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક આધેડ વયના વ્યક્તિ અચાનક ટ્રક નીચે આવી ગયા હતા. આ અકસ્માતમાં આધેડના બંને પગ કમરથી નીચેના ભાગે સંપૂર્ણપણે છુંદાઈ જતાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોના મોટી સંખ્યામાં ટોળાં એકઠા થઈ ગયા હતા અને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ટ્રક ચાલક જસવિંદરને થોડે દૂર જઈને ઝડપી પાડ્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી ટ્રક ચાલક જસવિંદરની અટકાયત કરી વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈ જઈ કાયદેસરની તપાસ શરૂ કરી છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
