<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

સુરતના ઉધના રોડ પર ગટરમાંથી પાણીનો ફુવારો ઉછળવા લાગ્યો : રસ્તા પર પાણી વેડફાતાં વાહનચાલકો થયા પરેશાન

ગટર અને ડ્રેનેજ લાઇનમાંથી મોટા પ્રમાણમાં પાણી લીકેજ થતાં રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ

સુરતમાં મહાનગરપાલિકાની સતત સામે આવી રહેલી બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ઉધના રોડ પર આવેલી ગટરમાંથી અચાનક પાણીનો મોટો ફુવારો ઉછળવા લાગ્યો હતો, જેના કારણે વગર વરસાદે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ગટર અને ડ્રેનેજ લાઇનમાંથી મોટા પ્રમાણમાં પાણી લીકેજ થતાં રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને કિંમતી પાણીનો મોટો વેડફાટ થયો હતો. માર્ગ પર પાણીનો ફુવારો છૂટતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાલિકાની આ ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

(8:21 PM IST)