News of Sunday, 23rd August 2026
આણંદમાં SMCના દરોડામાં ₹19.63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો: એક આરોપીને દબોચી લેવાયો
ભાલેજ-આણંદ રોડ પર બ્રિજ નજીકથી ₹19.63 લાખની કિંમતની દારૂ અને બીયરની આશરે 150 પેટીઓમાંથી કુલ 7,187 બોટલો કબ્જે :પોલીસે દારૂ, ટ્રક અને અન્ય સાધન-સામગ્રી મળી કુલ ₹34.69 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો

આણંદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દારૂના ગેરકાયદે હેરફેર સામે મોટી કાર્યવાહી કરતા ભાલેજ-આણંદ રોડ પર બ્રિજ નજીકથી ₹19.63 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન પોલીસે દારૂ અને બીયરની આશરે 150 પેટીઓમાંથી કુલ 7,187 બોટલો કબ્જે કરી હતી.
SMC એ ઘટનાસ્થળેથી નારણભાઈ ઉર્ફે અતલુ ચૌહાણ નામના એક આરોપીને ઝડપી લીધો છે, જ્યારે દારૂ ભરેલા ટ્રક (GJ-03-AT-4818) ના માલિક સહિત અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસ તપાસમાં આ દારૂનો મોટો જથ્થો નાસિકથી મોકલવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે દારૂ, ટ્રક અને અન્ય સાધન-સામગ્રી મળી કુલ ₹34.69 લાખનો મુદ્દામાલ સીઝ કરી આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
