<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

અમદાવાદના વાસણા વિસ્તારમાંથી 387 કોડેઇનયુક્ત કફ સિરપની બોટલો સાથે રીક્ષાચાલક ઝડપાયો

આરોપી દાણીલીમડાના મુસ્તાક નામના શખ્સ પાસેથી આ સિરપ ખરીદીને ₹300 થી ₹400 ના ઊંચા ભાવે ગેરકાયદે વેચતો

અમદાવાદના વાસણા વિસ્તારમાં નશાકારક કફ સિરપના ગેરકાયદેસર વેચાણ અને કાળાબજારનો વાસણા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે સઘન વોચ ગોઠવીને વેજલપુરના રહેવાસી શાનવાઝ અન્સારી નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓટો રિક્ષામાંથી તપાસ દરમિયાન કોડેઇનયુક્ત નશાકારક કફ સિરપની 387 જેટલી બોટલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી દાણીલીમડાના મુસ્તાક નામના શખ્સ પાસેથી આ સિરપ ખરીદીને ₹300 થી ₹400 ના ઊંચા ભાવે ગેરકાયદે વેચતો હતો. આ ઉપરાંત આરોપી પોતે પણ આ નશાકારક સિરપના સેવનનો બંધાણી હોવાનું ખુલતાં પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:42 PM IST)