News of Sunday, 23rd August 2026
વડોદરામાં "ઓપરેશન પરાક્રમ" હેઠળ શિનોરમાંથી ₹11,650ના અફીણ-ગાંજા સાથે એક આરોપી પકડાયો
અવાખલ ગામના દેસાઈ ફળિયામાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી

વડોદરા જિલ્લાની શિનોર પોલીસે નશીલા પદાર્થોના વેચાણ સામે શરૂ કરેલા "ઓપરેશન પરાક્રમ" હેઠળ મોટી કાર્યવાહી કરીને ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. શિનોર પોલીસને અવાખલ ગામના દેસાઈ ફળિયામાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને 232.010 ગ્રામ ગાંજો તથા અન્ય સામગ્રી મળી કુલ ₹11,650 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે 43 વર્ષીય સુનજી નારીયા ભીલ નામના શખ્સની ધરપકડ કરી છે અને તેની સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
