<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ડેડિયાપાડાના નાની સિંગલોટી ગામે બોરિંગમાંથી કુદરતી રીતે પાણીના ઝરા ફૂટતા આકર્ષણ ફેલાયું

ચોમાસાની ઋતુ દરમિયાન ભૂગર્ભ જળસ્તર વધવાના કારણે આવી ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન

(  ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામમાં એક અનોખું અને આકર્ષક દ્રશ્ય જોવા મળ્યું, ગામમાં કરાયેલા બોરિંગમાંથી કુદરતી રીતે પાણીના ઝરા ફૂટી નીકળતા સમગ્ર વિસ્તારમાં કુતૂહલ ફેલાયું હતું.

બોરિંગમાંથી સતત દબાણ સાથે બહાર આવતું સ્વચ્છ પાણી જોવા માટે આસપાસના ગામોના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ચોમાસાની ઋતુ દરમિયાન ભૂગર્ભ જળસ્તર વધવાના કારણે આવી ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
આ કુદરતી પાણીના ઝરાએ ગામના વાતાવરણમાં નવી તાજગી ભરી દીધી છે. સ્થાનિકો માટે આ દ્રશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને લોકો સ્થળ પર પહોંચી આ કુદરતી નજારાનો આનંદ માણી રહ્યા છે.

(9:49 PM IST)