News of Sunday, 23rd August 2026
દેડિયાપાડાના નિંઘટ ગામે એલસીબી ત્રાટકી, રૂ.૧,૧૪,૮૮૦ ના મુદામાલ સાથે નવ જુગારીયાને દબોચી લીધા
ભગત ફળીયામાં રહેતા અરવિંદભાઇ બહાદુરભાઇ વસાવાનાઓના ઘરની બાજુમા આવેલ ખુલ્લા વાડામાં હાર જીતનો જુગાર રમી રમાડતા આરોપીઓને ઝડપી લેવાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલા નોંધાયો ગામમાં ચાલતા જુગાર પર નર્મદા એલસીબી એ છાપો મારી એક લાખથી વધુમાં મુદામાલ સાથે નવ જુગારીઓ ને ઝડપી ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા એલસીબી પીઆઇ આર.જી ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે નિંઘટ ગામે ભગત ફળીયામાં રહેતા અરવિંદભાઇ બહાદુરભાઇ વસાવાનાઓના ઘરની બાજુમા આવેલ ખુલ્લા વાડામાં હાર જીતનો જુગાર રમી રમાડતા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ રૂ. ૧૧,૭૬૦/- તથા દાવ પરના કિ.રૂ. ૩,૧૨૦/- તથા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૭ કિં.રૂ ૩૫,૦૦૦/-તથા મોટર સાઇકલ નંગ-૨ કિં.રૂ. ૬૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૧,૧૪,૮૮૦/- નો ના મુદ્દામાલ સાથે (૧) અરવિંદભાઈ બહાદુરભાઈ વસાવા રહે.નિંઘટ, ભગત ફળિયુ, (૨) છત્રસિંગભાઈ પુનિયાભાઈ વસાવા રહે.નિંઘટ, નિશાળ ફળિયુ. (૩) ઠાકોરભાઈ ઈશ્વરભાઈ વસાવા રહે.નિંઘટ, નવી વસાહત, (૪) આકાશભાઈ જીતેન્દ્રભાઈ વસાવા રહે.નિંઘટ, નિશાળ ફળિયુ, (૫) મોહનભાઈ ઉબડીયાભાઈ વસાવા રહે.નિંઘટ, નિશાળ ફળિયુ. (૬) સામસિંગભાઈ જેઠીયાભાઈ વસાવા રહે.નિંઘટ, મંદિર ફળિયુ, (૭) વિજયભાઈ છત્રસિંગભાઈ વસાવા રહે.નિંઘટ, નિશાળ ફળિયુ, (૮) કાંતીલાલ દેવજીભાઈ વસાવા રહે.નિંઘટ, હોળી ફળિયુ, તથા (૯) યુવરાજભાઈ હસમુખભાઈ વસાવા, રહે.નિંઘટ, નિશાળ ફળિયુ, ને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
