<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

પ્રતાપપરા ગામમાં સબ સેન્ટર સામેજ પાણીનો ભરાવો થતા રોગચાળાની દહેશત

સબ સેન્ટર સામે ઊંડો ખાડો ઘણા સમયથી હોય દર ચોમાસા માં આવી જ સ્થિતિ સર્જાય છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા પ્રતાપપરા ગામમાં સબ સેન્ટર સામેજ પાણીનો ભરાવો થતા રોગચાળાની દહેશત ફેલાઈ છે
   મળતી માહિતી મુજબ પ્રતાપપરા ગામમાં નીચલા ફળિયામાં આવેલા સબ સેન્ટર સામેજ ઘણા સમયથી પાણીનો ભરાવો થતા રોગચાળાની દહેશત ફેલાઈ છે, જાણવા મળ્યા મુજબ ગામના કેટલાક જાગૃત લોકો એ આ માટે પંચાયતમાં રજૂઆત કરી હોવા છતાં કોઇજ કામગીરી થતી નથી તેવામાં જો રોગચાળો ફાટે તો જવાબદાર કોણ..? દર ચોમાસામાં આવી સ્થિતિ ઊભી થાય તો પણ પંચાયતના સત્તાધીશો ધ્યાન નહી આપતા હોય તો એ ગંભીર બાબત છે.
    આ બાબત ગામના સરપંચ જગદીશભાઈને પૂછતા તેમણે જણાવ્યું કે રસ્તો. ઊંચો બન્યો છે અને ચોમાસામાં પાણી ભરાઈ એ સ્વાભાવિક છે પરંતુ તેનું નિરાકરણ ચોમાસા પછી આવશે, મારે માટી નથી પૂરાવવી પણ ત્યાં બ્લોક કે આરસીસી બનાવવાનો પ્લાન છે જેથી લાંબો સમય મજબૂતી રહે, ગામના વિકાસ માં મને રસ છે જ પરંતુ હાલ ચોમાસા માં કામગીરી ન થાય માટે ચોમાસા પછી એકદમ મજબૂત કામગીરી થશે

(10:12 PM IST)