તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
અમદાવાદના નિકોલમાં ત્યજી દેવાયેલા નવજાત બાળકને સાજા કર્યા બાદ પોલીસે નામકરણ કરી છઠ્ઠી પૂજન યોજ્યું
પોલીસ પરિવારે બાળકનું નામ 'શિવાય' રાખી ખુશીમાં મીઠાઈ વહેંચીને તેનું સ્વાગત કર્યું

અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર કઠવાડા GIDC ચાર રસ્તા નજીક ખુલ્લી જગ્યામાં ત્યજી દેવાયેલું એક નવજાત બાળક મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ નિકોલ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં 10 દિવસની સઘન અને સતત સારવાર બાદ બાળક પૂર્ણ સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી હતી. આ વેળાએ નિકોલ પોલીસ સ્ટેશનની શી-ટીમે (She-Team) માનવતાની ઉત્કૃષ્ટ મિસાલ કાયમ કરી બાળકનું શાસ્ત્રોક્ત વિધિથી નામકરણ અને છઠ્ઠી પૂજન યોજી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પોલીસ પરિવારે બાળકનું નામ 'શિવાય' રાખી ખુશીમાં મીઠાઈ વહેંચીને તેનું સ્વાગત કર્યું હતું.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
