News of Sunday, 23rd August 2026
છોટાઉદેપુરમાં આદિવાસી અને મુસ્લિમ સમાજની દીકરીએ પાયલટ બની રચ્યો ઇતિહાસ
તમામ પડકારો અને મર્યાદાઓને પાર કરીને પાયલટ બનેલી આ દીકરીએ સમગ્ર પંથક અને પોતાના સમાજનું નામ રોશન કર્યું

ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી બહુલ જિલ્લા છોટાઉદેપુરની મુસ્લિમ દીકરીએ પોતાના અદમ્ય આત્મવિશ્વાસ અને સપનાઓને નવી ઉડાન આપીને પાયલટ બનવાની ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તમામ પડકારો અને મર્યાદાઓને પાર કરીને પાયલટ બનેલી આ દીકરીએ સમગ્ર પંથક અને પોતાના સમાજનું નામ રોશન કર્યું છે. તેની આ અભૂતપૂર્વ સફળતા સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. વિશેષ કરીને મુસ્લિમ સમાજની અન્ય દીકરીઓ માટે તે પ્રેરણાસ્રોત બની છે અને શિક્ષણ તથા મહેનતના બળે ઉચ્ચ કારકિર્દી ઘડી શકાય છે તેવો અનોખો સંદેશ આપ્યો છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
