<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

અમદાવાદમાં રક્ષાબંધન પૂર્વે ટંકશાળ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો

પરંપરાગત ગોટા, રેશમી દોરા, મોતી, ઝરદોશી વર્ક, ચાંદી, ઇકો-ફ્રેન્ડલી અને બાળકો માટે લાઈટિંગ કે કાર્ટૂન કેરેક્ટરવાળી રાખડીઓની ભારે માંગ

અમદાવાદ : રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદની બજારોમાં ગ્રાહકોની ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ગુજરાતના સૌથી મોટા હોલસેલ માર્કેટ ગણાતા ટંકશાળ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. આ સીઝનમાં માત્ર ગુજરાત જ નહીં, પણ અન્ય રાજ્યોમાંથી પણ વેપારીઓ અહીં રાખડીની ખરીદી માટે આવે છે. બહેનો અત્યારથી જ પોતાના ભાઈ માટે ઉત્સાહભેર નવીનતમ ડિઝાઇનની રાખડીઓ પસંદ કરી રહી છે. આ વર્ષે ખાસ કરીને દોરાના વણાટવાળી રાખડીનો વિશેષ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ સિવાય પરંપરાગત ગોટા, રેશમી દોરા, મોતી, ઝરદોશી વર્ક, ચાંદી, ઇકો-ફ્રેન્ડલી અને બાળકો માટે લાઈટિંગ કે કાર્ટૂન કેરેક્ટરવાળી રાખડીઓની ભારે માંગ છે. વેપારીઓના મતે આ વખતે ફેન્સી અને ટ્રેન્ડી ડિઝાઈન ગ્રાહકોમાં પહેલી પસંદ બની રહી છે

(10:35 PM IST)