News of Sunday, 23rd August 2026
અમદાવાદના વાડજમાં રામાપીરના ટેકરા પાસે ડ્રેનેજ કામ દરમિયાન ભેખડ ધસી પડી: શ્રમિકનો આબાદ બચાવ
ઘટનાને પગલે આસપાસના લોકો અને અન્ય શ્રમિકોએ તાત્કાલિક ભારે જહેમત ઉઠાવીને દટાયેલા શ્રમિકને માટીમાંથી સલામત રીતે બહાર કાઢ્યો

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા નજીક ડ્રેનેજ લાઇનના કામગીરી દરમિયાન એક મોટી હોનારત ટળી છે. સેક્ટર-2 રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા ડ્રેનેજના કામ દરમિયાન અચાનક માટીની ઊંડી ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં કામ કરી રહેલો એક શ્રમિક અચાનક માટીની ભેખડ નીચે દટાઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો અને અન્ય શ્રમિકોએ તાત્કાલિક ભારે જહેમત ઉઠાવીને દટાયેલા શ્રમિકને માટીમાંથી સલામત રીતે બહાર કાઢ્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને નિર્માણ કાર્યમાં સલામતીના સાધનો તેમજ કાળજી બાબતે સવાલો ઉઠ્યા છે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
