<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

સુરતમાં સતત છઠ્ઠા દિવસે આરોગ્ય વિભાગનું ચેકીંગ :189 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ: કુલ 7,629 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

નિયમોના ભંગ બદલ 110 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ ફટકારાઈ :છેલ્લા છ દિવસમાં કુલ 1,535 હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબામાં તપાસ હાથ ધરાઈ

સુરતમાં સતત છઠ્ઠા દિવસે આરોગ્ય વિભાગની ટીમોએ હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરી હતી. આજે 189 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન કુલ 7,629 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે નિયમોના ભંગ બદલ 110 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી છે. છેલ્લા છ દિવસમાં કુલ 1,535 હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબામાં તપાસ હાથ ધરાઈ છે. આ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 817 એકમોને નોટિસ આપવામાં આવી છે અને કુલ 55,768 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે. ઉપરાંત, આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં કુલ રૂ.28.75 લાખનો દંડ વસૂલ્યો છે.

(3:51 PM IST)