<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

નવસારીના વાંસદાના ઉપસળ ગામના કાજિયા કૂવા ફળિયામાં દીપડાએ હુમલો કરતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો

વાંસદા તાલુકામાં એક અઠવાડિયામાં દીપડાના હુમલાની આ બીજી ઘટના:વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે જરૂરી કાર્યવાહી

નવસારીના વાંસદા તાલુકાના ઉપસળ ગામના કાજિયા કૂવા ફળિયામાં દીપડાએ હુમલો કરતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે રાણી ફળિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે અને ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. મહત્વનું છે કે, વાંસદા તાલુકામાં એક અઠવાડિયામાં દીપડાના હુમલાની આ બીજી ઘટના સામે આવતા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(1:29 PM IST)