<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

વડોદરાના દંતેશ્વર તળાવમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી

છેલ્લા એક વર્ષમાં આ તળાવમાંથી ચારથી વધુ મૃતદેહ મળ્યા :તળાવ પર સિક્યુરિટી ગાર્ડની તૈનાતી છતાં આવી ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠ્યા

વડોદરાના દંતેશ્વર તળાવમાંથી આજે એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢી ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષમાં આ તળાવમાંથી ચારથી વધુ મૃતદેહ મળી ચૂક્યા છે. તળાવ પર સિક્યુરિટી ગાર્ડની તૈનાતી હોવા છતાં આવી ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે મૃતદેહની ઓળખ સહિત સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે

(1:29 PM IST)