તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
૧૦૮થી વધુ પ્રિ એક્ટિવ સીમ કાર્ડ સાથેની ઉત્તરાખંડની ગેંગનો અમદાવાદ પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ
પોલિસમેનની મળેલ બાતમી, કોઈ સામાન્ય નહિ પણ, કોઈ ગંભીર ગુન્હાની તૈયારીઓ હોવાનું ડીસીપી ભગીરથ ગઢવીને સમજતા વાર ન લાગીઃ સેક્ટર વડા જયપાલસિંહ રાઠોડ અને પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે મળી આરોપીઓ કોઈ સંજોગોમાં છટકે નહિ તેવી રણનીતિ તૈયાર કરીઃ વાયરલ ન્યુઝની ભીતરી કથા : Pi એસ એ.ગોહીલ, સેકન્ડ pi એસ.એસ.સોલંકીની રાહબરીમાં સ્ટાફના જયેન્દ્રસિંહ કેસરીસિંહની બાતમી આધારે PSI જે.આર.બલાત સહીતના સ્ટાફની કાબિલેદાદ કામગીરી

રાજકોટ, તા.૨૪: ઉત્તરાખંડ રાજ્યમાંથી ગુજરાતમાં બે વ્યક્તિ પ્રિ-એક્ટિવેટેડ સીમકાર્ડ સાથે અમદાવાદ આવી રહ્યાની બાતમી કાગડાપીઠ સ્ટાફના જયેન્દ્રસિંહ કેશરીસિંહને મળતા, તુરંત આ બાબતની જાણ પોતાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલ અને સેકન્ડ પીઆઈ એસ.એસ. સોલંકી અને પીએસઆઈ જે.આર. બલાતને કરી હતી. આ મામલો કોઈ સામાન્ય નહિ પણ ગંભીર પ્રકારનો છે તેમ સમજતા ઉક્ત અધિકારીઓને વાર ન લાગી અને આખો મામલો ડીસીપી ભગીરથ ગઢવી સુધી પહોંચતા, ઉત્તરાખંડથી આવનાર પ્રિ-એક્ટિવેટેડ સીમકાર્ડ કોઈ ભયાનક ગુનાહિત ષડયંત્રનો ઈશારો હોવાનું વિશાળ અનુભવના આધારે સમજી, તુરંત એડી. સીપી જયપાલસિંહ રાઠોડ અને સીપી અનુપમસિંહ ગેહલોતને જાણ કરતા, કોઈ સંજોગોમાં આરોપીઓ ભયાનક ષડયંત્રના હાથા બની અમલ કરે તે પહેલા જ દબોચી લીધા હતા. કબ્જે કરેલ મુદ્દામાલઃ (૧) એરટેલ, જીયો, વી.આઈ. કંપનીના સીમકાર્ડ નંગ-૧૦૮ કુલ કિ.રૂ. ૮૬૪૦૦/- (૨) મો.ફોન નંગ-૦૪ કુલ કિ.રૂ. ૧૭૦૦૦/- (૩) VS Global Services Pvt. Ltd. કંપનીનું આઈ.કાર્ડ કિ.રૂ. ૦૦/- (૪) ફીંગરપ્રિન્ટ મશીન નંગ-૦૫ કુલ કિ.રૂ. ૫૦૦૦/- કુલ્લે કિ.રૂ. ૧૦૮૪૦૦/- ની મત્તા.
પકડાયેલ આરોપીના નામ સરનામું: (૧) નજુરઅલી સ/ઓ સમશાદઅલી રાવત ઉ.વ.૨૨ રહેવાસી-ગામ.હજારા ગ્રાન્ટ પોસ્ટ.ઓરંગાબાદ જી.હરિદ્વાર ઉત્તરાખંડ રાજ્ય (સીમકાર્ડ કંપનીના સેલીંગ એજન્ટ) (૨) કાસીફઅલી સ/ઓ મુઝફ્ફરઅલી રાવત ઉ.વ.૨૦ રહેવાસી-ગામ.હજારા ગ્રાન્ટ પોસ્ટ.ઓરંગાબાદ જી.હરિદ્વાર ઉત્તરાખંડ રાજ્ય (મદદગાર) (૩) હરપાલસિંહ રાજેન્દ્રસિંહ પરમાર ઉ.વ.૨૨ રહેવાસી-૧૫/એ કામનાથ મહાદેવનું ડેલું.
માર્ગદર્શન આપનાર અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એ. ગોહિલ સે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એસ. સોલંકી.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઃ (૧) પોલીસ સબ.ઇન્સ. જે.આર. બલાત (૨) હે.કો. કલ્પેશકુમાર કાનજીભાઈ બ.નં.૧૦૨૫૬ (૩) હે.કો.ગુલાબભાઈ જગદીશભાઈ બ.નં.૧૦૧૯૫ (૪) હે.કો. બીજલભાઈ શામળાભાઈ બ.નં.૧૦૩૫૮ (૫) પો.કો.મહેશકુમાર હેમતસંગ બ.નં.૪૬૧૧ (૬) પો.કો.દિવ્યરાજસિંહ પ્રતાપસિંહ બ.નં.૯૬૧૨ (૭) પો.કો.રાજુભાઈ ઈશ્વરભાઈ બ.નં.૪૩૧૮
બાતમી મેળવનાર મ.સ.ઇ. જયેન્દ્રસિંહ કેસરીસિંહ બ.નં.૬૨૬૨
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
