<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

શાંતિગ્રામ ગુરૂકુલમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે યુવાનોને સજજ કરવા ફાઉન્‍ડેશન કોર્ષ

રાજકોટ ગુરૂકુલની શાખામાં શિક્ષણ સાથે શિસ્‍ત, સેવાના સંસ્‍કાર

અમદાવાદઃ તા.ર૪, શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ, શાંતિગ્રામ ખાતે યુપીએસસી સિવીલ સર્વિસીઝ એકઝાામીનેશન ર૦ર૭-ર૮ માટેના ફાઉન્‍ડેશન કોર્ષના પ્રારંભ નિમિતે વિશેષ પ્રસંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું, રાજકોટથી પધારેલ ગુરુવર્ય શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી પાવન સાનિધ્‍યમાં ૧૯ જુલાઇ ર૦ર૬ ના રોજ સવારે આ પ્રસંગ યોજાયો હતો.

પ્રસંગની શરૂઆતે પ્રાતઃ કાળે ગુરુવર્ય શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીના પવાન હસ્‍તે ઠાકોરજીનું પૂજન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ ઉપસ્‍થિત સંતો, હરીભકતો તથા વિદ્યાર્થીઓને પુજયપાદ સ્‍વામીજીએ આશીર્વાદ પાઠવ્‍યા હતા.

ત્‍યારબાદ UPSC CSE ર૦ર૭-ર૮ માટેના ફાઉન્‍ડેશન કોર્ષનું ઔપચારિક ઉદબોધન કરવામાં આવ્‍યું હતું, પ્રસંગે સંતો, હરીભકતો વિદ્યાર્થીઓ તથા ગુરુકુલ પરિવારના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

રાષ્‍ટ્રીય કક્ષાની પ્રતિષ્‍ઠિત સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને શરૂઆતથી જ યોગ્‍ય દિશા અને શિસ્‍તબધ્‍ધ અભ્‍યાસનું વાતાવરણ મળી રહે તે હેતુથી શાંતિગ્રામ ગુરુકુલ દ્વારા Foundation Course શરૂ કરવામાં આવ્‍યો છે. ગુરુકુળની શિક્ષણ પરંપરામાં વિદ્યા સાથે સંસ્‍કાર અને રાષ્‍ટ્રસેવાની ભાવનાને વિશેષ મહત્‍વ આપવામાં આવે છે.

આ Foundation Course નો અનુભવ ધરાવતા ફેકલ્‍ટી દ્વારા માર્ગદર્શન UPSCની પરીક્ષા પધ્‍ધતિને અનુરૂપ સાપ્તાહિક Mock Test  નિયમિત અકેડેમિક ગાઇડન્‍સ તથા IAS અન IPS અધિકારીઓ દ્વારા માર્ગદર્શન સત્રોનું આયોજન કરવામાં આવશે.વિદ્યાર્થીઓ માટે  AC Classroom AC Library  અને Wi-Fi સહિતની આધુનિક શૈક્ષણિક સુવિધાઓ પણ ઉપલબ્‍ધ રહેશે.

ગુરુકુલના વિશાળ પરિસરમાં ઉપલબ્‍ધ હોસ્‍ટેલ, સ્‍પોટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ,જિમ્નેશિયમ તથા અન્‍ય સુવિધાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનુラકૂળ વાતાવરણ પૂરૂં પાડશે.   ગુરુકુલ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે આ પહેલનો હેતુ માત્ર UPSC પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરાવવાનો નથી, પરંતુ જ્ઞાન, શિસ્‍ત, સંસ્‍કાર અને રાષ્‍ટ્રસેવાની ભાવનાથી સમળદ્ધ એવા યુવાનોનું ઘડતર કરવાનો છે, જે ભવિષ્‍યમાં દેશની વહીવટી વ્‍યવસ્‍થામાં જવાબદારીપૂર્વક પોતાની સેવા આપી શકે.

UPSC CSE ૨૦૨૭-૨૮ માટેની નવી ફાઉન્‍ડેશન બેંચ નો શૈક્ષણિક પ્રારંભ ૭ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬થી સાંજે ૫:૩૦ થી ૭:૩૦ કલાક દરમિયાન થશે. વિદ્યાર્થીઓને ઉચ્‍ચ કક્ષાનું શૈક્ષણિક માર્ગદર્શન અને આધુનિક સુવિધાઓ ન્‍યૂનતમ ફીમાં ઉપલબ્‍ધ કરાવવાનો ગુરુકુલ દ્વારા પ્રયાસ કરવામાં આવ્‍યો છે. તેમ જણાવાયું છે. વધુ માહિતી માટે મો. ૬૩૫૯૯ ૧૯૮૮૫ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(2:26 PM IST)