તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
અક્ષરધામ ભારતના શાશ્વત મૂલ્યોને વિશ્વભરમાં પહોંચાડે છેઃ રોબિન્સવિલે ખાતે ભૂપેન્દ્રભાઇ પટેલ

રોબિન્સવિલે, ન્યુ જર્સી, અમેરિકા તા.૨૪: ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શનિવારે ન્યુ જર્સીના રોબિન્સવિલે સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અક્ષરધામ દ્વારા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કળતિક વિરાસતની પ્રેરક પ્રસ્તુતિ, સમાજસેવા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અને સ્વયંસેવકોના અસાધારણ સમર્પણ માટે ઊંડી પ્રશંસા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમન પ્રસંગે બી.એ.પી.એસ. સંસ્થા વતી પૂજ્ય બ્રહ્મ વિહારીદાસ સ્વામી અને પૂજ્ય નીલકંઠચરિતદાસ સ્વામીએ તેમનું પુષ્પહારથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી સાથે ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ હાજર રહ્યું હતું, જેમાં વાણિજ્ય અને ખાણ વિભાગના સચિવ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડો. સંજીવ કુમાર અને મુખ્યમંત્રીના સચિવ શ્રી વિક્રાંત પાંડેય સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અક્ષરધામ ભારતના સેવા, આધ્યાત્મિકતા અને શ્રેષ્ઠતાના શાશ્વત મૂલ્યોને વિશ્વભરના સમુદાયો સુધી પહોંચાડી રહ્યું છે. તેમણે વિદેશમાં વસતા ભારતીય સમુદાય માટે સાંસ્કળતિક મૂલ્યોના જતનના પ્રકલ્પ પર ભાર મૂકયો હતો.
મુખ્યમંત્રીશ્રીએ હાલમાં નિર્માણાધીન અક્ષરધામ મ્યુઝિયમની વિશેષ મુલાકાત પણ લીધી હતી. અમેરિકાના પ્રથમ હિન્દુ મ્યુઝિયમનો એક અંશ આ મ્યુઝિયમ ભારતની સમળદ્ધ વિરાસત અને સંસ્કળતિને પ્રદર્શિત કરશે. આ મ્યુઝિયમમાં ૪૨ સ્વતંત્ર પ્રતિમાઓ, ૪૦ મલ્ટીમીડિયા શો, ૧૫ ડાયોરામા અને ૨૦૦ પ્રતિમાઓ હશે. તેમણે આ મ્યુઝિયમને એક એક અનોખું સીમાચિન્હ ગણાવ્યું હતું. જે દરેક વય અને પળષ્ઠભૂમિના મુલાકાતીઓને શ્રદ્ધા, સંવાદિતા, કરુણા, પારિવારિક મૂલ્યો અને નિઃસ્વાર્થ સેવાના સાત્વિક આદર્શો સાથે જોડવાની તક આપશે. તેમણે જણાવ્યું કે આ સ્થાન સિદ્ધાંતો ગુજરાતની પ્રગતિને સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને ભારતની સાંસ્કળતિક ઓળખને મજબૂત બનાવે છે, સાથે જ વિશ્વભરના લોકો અને સંસ્કળતિઓ માટે પણ એટલા જ પ્રસ્તુત છે
બી.એ.પી.એસ. ના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મ વિહારીદાસ સ્વામીએ જણાવ્યું કે, ‘‘આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રોબિન્સવિલે સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતે આવકારતા ગૌરવ અનુભવીએ છીએ. તેઓ મંદિરની સુંદર કોતરણી તથા તેના વિશાળ કદ અને વ્યાપથી તો મંત્રમુગ્ધ થયા જ, પરંતુ તેના શાંત અને આધ્યાત્મિક વાતાવરણથી પણ અત્યંત પ્રભાવિત થયા હતા. મ્યુઝિયમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ‘‘તમે ભારતની પ્રાચીન સંસ્કળતિને પુનઃ જીવંત કરી દીધી છે.''
મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન અમેરિકાભરમાંથી ડેલિગેટ્સ અને વિવિધ સમુદાયોના અગ્રણીઓ એકત્ર થયા હતા. આ મુલાકાતે વિશ્વભરમાં ભારતની સમળદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કળતિક વિરાસતના જતન અને પ્રસારમાં બી.એ.પી.એસ. ની મહત્વપૂર્ણ ભૂમિકાને વધુ ઉજાગર કરી હતી. મંદિર, શૈક્ષણિક કાર્યક્રમો, રાહત કાર્યો, આરોગ્ય સેવાઓ, પર્યાવરણીય જાગળતિ, યુવા વિકાસ અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ દ્વારા, બી.એ.પી.એસ. સંસ્થા ગુજરાત, સમગ્ર ભારત અને વૈશ્વિક સ્તરે સમાજની સેવામાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
