તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
ગુરૂવારે ગુજરાત વિદ્યાપીઠનો પદવીદાન સમારંભ
અમિતભાઇ શાહ મુખ્ય મહેમાનઃ કુલપતિ ડો. હર્ષદ પટેલના નેતૃત્વમાં તૈયારી

રાજકોટ, તા. ર૪: ગૂજરાત વિદ્યાપીઠનો ૭૨ મો પદવીદાન સમારોહ ૨૭ ઓગસ્ટના ગુરુવારના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના મુખ્ય અતિથિપદે તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે.
ગુજરાત વિદ્યાપીઠના અમદાવાદ સ્થિત ગાંધી પરિસરના ઐતિહાસિક પ્રાણજીવન વિધાર્થી ભવનના પ્રાંગણમાં સાંજે ૪:૩૦ કલાકે યોજાનારા પદવીદાન સમારોહમાં ૭ વિદ્યાશાખાના ૧૮ વિભાગોના ૯૦૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
જેમાં તાાતક કક્ષાના ૧૮૪, અનુતાાતક કક્ષાના ૪૦૦, તાાતકોત્તર અભ્યાસક્રમના ૨૩૨, અનુતાાતક ડિપ્લોમાના ૨૧, એમ.ફિલ/પીએચ.ડી.ના ૬૩ પદવીધારકોનો સમાવેશ થાય છે. જે પૈકી ૪૪૧ વિદ્યાર્થીનીઓ અને ૪૫૯ વિદ્યાર્થીઓ છે.
ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટીશ્રીઓ, કાર્યવાહક સમિતિ, વિધાસભાના સભ્યશ્રીઓ તથા આમંત્રિતોની ઉપસ્થિતિમાં મુખ્ય અતિથિ શ્રી અમિતભાઈ શાહના હસ્તે ૧૧ વિધાર્થીઓને વિધાશાખાના ‘કુલાધિપતિ મંદિર ચંદ્રક અને વિભાગના ‘ધ્વજ ચંદ્રક' અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે. પદવીદાન સમારોહમાં ઉપસ્થિત ૫૫૯ પદવીધારકોને કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજી દીક્ષાંત પ્રવચન આપશે તેમજ કુલપતિ ડો. હર્ષદ પટેલ સ્વાગત પ્રવચન કરશે. મહાત્મા ગાંધી દ્વારા ૧૯૨૦ માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં માત્ર શૈક્ષણિક સિદ્ધિને આધારે નહિં પરંતુ સમગ્રતા સિદ્ધિના માપદંડને આધારે મંદિર ચંદ્રક અને ધ્વજ ચંદ્રક માટે સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવે છે. સુવર્ણ ચંદ્રક પસંદગી માટે પદવીધારકોએ ઓછામાં ઓછા ત્રણ ક્ષેત્રોમાં ઉત્કળષ્ટ કામગીરી દર્શાવવી અનિવાર્ય રાખવામાં આવે છે, જેમાં સંશોધન અને નવીનતા આધારિત પ્રોજેક્ટ્સ, સાહિત્યિક, સાંસ્કળતિક અને તકનીકી જેવી સહઅભ્યાસિક પ્રવળત્તિઓમાં સહભાગિતા તથા પ્રાપ્ત પુરસ્કારો, સામુદાયિક સેવા, NSS અને NCCમાં યોગદાન, ઇન્ટર્નશિપ, ક્ષેત્રકાર્ય તથા અનુભવાત્મક શિક્ષણ, વિદ્યાર્થી ક્લબ, પીઅર મેન્ટોરિંગ અને વર્ગ પ્રતિનિધિ જેવી નેતળત્વની ભૂમિકાઓ, યુનિવર્સિટી, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાની રમતગમત પ્રવળત્તિઓ તેમજ નૈતિક આચરણ અને ગાંધીવાદી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિદ્યાપીઠના ગત વર્ષે યોજાયેલા ૭૧ મા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. અગાઉ ડો. રાજેન્દ્ર પ્રસાદ, ડો. સર્વપલ્લી રાધાકળષ્ણન, ડો. ઝાકિર હુસૈન, જ્ઞાની ઝૈલસિંઘ , ડો. શંકર દયાલ શર્મા, શ્રી પ્રણવ મુખર્જી, દલાઈ લામા જેવા મહાનુભાવો પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
અમીતભાઇ શાહ
ડો. હર્ષદ પટેલ
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
