તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
નાગરિક સુરક્ષા માટે ગુજરાત પોલીસના કાફલામાં નવા ૫૦૦ અત્યાધુનિક '૧૧૨ જનરક્ષક' વાહનો જોડાશે : રાજ્યમાં હવે ૨૪ કલાક ૧૦૦૦ વાહનો સેવા આપશે : જુઓ વિડિયો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવા સચિવાલય ખાતેથી વાહનોને કરાવશે ફ્લેગ ઓફ : ૧૧ માસમાં ૧૧.૦૪ લાખથી વધુ ઇમરજન્સી કોલનો ઉકેલ : સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ઘટીને ૧૦:૪૯ મિનિટ થયો

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યના નાગરિકોની ઝડપી સુરક્ષા અને સેવા માટે ૧૧૨ 'જનરક્ષક' પ્રોજેક્ટનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આવતીકાલે તા. ૨૫ ઓગસ્ટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત પોલીસને ૫૦૦ નવા અત્યાધુનિક 'જનરક્ષક' વાહનો સમર્પિત કરવામાં આવશે.
રાજ્યમાં વધતી વસ્તી, શહેરી વિસ્તરણ અને ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલામાં આ વધારો કરાઈ રહ્યો છે. આ નવા ૫૦૦ વાહનો ઉમેરાતાં હવે સમગ્ર રાજ્યમાં ૨૪ કલાક કુલ ૧,૦૦૦ જનરક્ષક વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે સજ્જ રહેશે. હવે સરહદની સીમાઓ બાધારૂપ ન બને તે માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલી બનાવી ઘટના સ્થળથી સૌથી નજીક ઉપલબ્ધ વાહન તાત્કાલિક મોકલવામાં આવશે.
જનરક્ષકના અમલીકરણના માત્ર ૧૧ માસના ટૂંકા ગાળામાં આ સેવામાં ૧૧.૦૪ લાખથી વધુ ઇમરજન્સીમાં સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે તેમજ ૬.૭૪ લાખથી વધુ પોલીસ ઇમરજન્સી બનાવોમાં તાત્કાલિક સહાય પહોંચાડાઈ છે. આધુનિક ૧૫૦ બેઠકો ધરાવતા કોલ સેન્ટર, CAD (કમ્પ્યુટર એડેડ ડિસ્પેચ) સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના ઉપયોગથી રાજ્યનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૨૭ મિનિટથી ઘટીને ૧૦:૪૯ મિનિટ થયો છે, જે સમયમાં નવા વાહનો દ્વારા હજુ પણ ઘટાડો કરવાનું લક્ષ્ય છે.
ડાયલ ૧૧૨ અંતર્ગત પોલીસ (૧૦૦), એમ્બ્યુલન્સ (૧૦૮), ફાયર (૧૦૧), મહિલા હેલ્પલાઇન (૧૮૧), ચાઇલ્ડ હેલ્પલાઇન (૧૦૯૮), ડિઝાસ્ટર હેલ્પલાઇન (૧૦૭૦) તેમજ ટ્રાફિક હેલ્પલાઇન એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત તાજેતરમાં ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી એપ્સમાં પણ ૧૧૨ પેનિક બટન ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે.
નવા જનરક્ષક PCR વાહનોની મુખ્ય વિશેષતાઓ:
આરામદાયક અને સુરક્ષિત સુવિધા: ૨૪x૭ કામગીરી માટે વાહનો AC યુક્ત તેમજ સેફ્ટી ગ્રીલ અને પ્રોટેક્ટિવ સ્ટ્રક્ચરથી સજ્જ.
આધુનિક ટ્રેકિંગ ટેક્નોલોજી: રિયલ-ટાઇમ માહિતી માટે Mobile Data Terminal (MDT) અને GPS વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ.
ઇમરજન્સી કીટ: વાહનમાં ઇમરજન્સી લાઇટ બાર વિથ સાયરન, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ (PAS), ફાયર એક્સટિંગ્યુશર, ફર્સ્ટ-એઇડ કીટ અને સર્ચ લાઇટ ટોર્ચની વ્યવસ્થા.
પોલીસ સુરક્ષા ગિયર: સ્ટાફ માટે બોડી-વોર્ન કેમેરા, હેલ્મેટ, પ્રોટેક્ટિવ ગિયર અને ડેશ કેમ.
૨૪ કલાક સ્ટાફ તૈનાત: દરેક વાહન પર ૨૪x૭ ફરજ માટે ૧ ASI/HC, ૨ કોન્સ્ટેબલ અને ૧ ડ્રાઇવર તૈનાત રહેશે.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
