<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

અમદાવાદના બહેરામપુરા પોલીસ ચોકી નજીક પ્રોપર્ટીના વિવાદને લઈને એક જ કોમના બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ :ભારે તંગદિલી

ટોળાએ પાર્ક કરેલા કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું: ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

અમદાવાદના બહેરામપુરા પોલીસ ચોકી નજીક પ્રોપર્ટીના વિવાદને લઈને એક જ કોમના બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ થયું હતું. રકઝક ઉગ્ર બનતા બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો, જેના પગલે વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ હતી. ટોળાએ પાર્ક કરેલા કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બંને પક્ષો દ્વારા દાણીલીમડા પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

(7:28 PM IST)