<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

વડોદરાના ભીલ કેનાલ રોડ પર વરસાદી કાંસ નજીક મગર આવી ચડતા સ્થાનિકોમાં ચકચાર

વન વિભાગની ટીમે સાવચેતીપૂર્વક મગરનું રેસ્ક્યૂ કરી તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો

વડોદરાના ભીલ કેનાલ રોડ પર વરસાદી કાંસ નજીક મગર આવી ચડતા સ્થાનિકોમાં ચકચાર મચી હતી. મગર દેખાતા ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી, જેથી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વન વિભાગની ટીમે સાવચેતીપૂર્વક મગરનું રેસ્ક્યૂ કરી તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મગરને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

(7:43 PM IST)