<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

મહેસાણાના નુગર ગામના તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત

તળાવમાંથી ચોવીસ વર્ષીય સચિન રાવળની ડેડબોડી બહાર કાઢવામાં આવી:. ફાયર વિભાગે મૃતદેહને પરિવારના સભ્યોને સોંપી કાર્યવાહી હાથ ધરી

મહેસાણાના નુગર ગામના તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત નીપજ્યું. ગામના સરપંચે મહેસાણા મહાનગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન કર્યું. તળાવમાંથી ચોવીસ વર્ષીય સચિન રાવળની ડેડબોડી બહાર કાઢવામાં આવી. ફાયર વિભાગે મૃતદેહને પરિવારના સભ્યોને સોંપી કાર્યવાહી હાથ ધરી. યુવાનના આકસ્મિક મોતથી નુગર ગામમાં ભારે શોકની લહેર ફરી વળી છે. .

(9:09 PM IST)