તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
ડીસામાં અખાધ મરચાના ઉત્પાદન એકમ પર ફૂડ વિભાગના દરોડા: 3571 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત
ફૂડ વિભાગે 2500 કિલો એક્સપાયરી જથ્થો ડમ્પીંગ સાઈડ પર નાશ કર્યો. ફુડ વિભાગે 6071 kg શંકાસ્પદ જથ્થા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

બનાસકાંઠાના ડીસામાં અખાધ મરચાના ઉત્પાદન એકમ પર ફૂડ વિભાગના દરોડા પડ્યા છે,. આરોગ્ય માટે જોખમી કલર પાવડર જપ્ત કરાયો છે ફૂડ વીભાગે 9 સેમ્પલ ચકાસણી માટે મોકલ્યા છે ડીસા GIDCમાં દર્શન માર્કેટિંગ પર ફૂડ વિભાગે દરોડા પાડી અને મરચું પાવડર નો જથ્થો જપ્ત કર્યો છે . મરચા પાવડરના ઉત્પાદનમાં કૃત્રિમ રંગ, ઘઉંનું ભુસુ અને ધાણા પાવડર જેવા પદાર્થોની ભેળસેળ કરાતી હતી. ફૂડ વિભાગ એ 3571 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે . 2.45 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે . ફૂડ વિભાગે 2500 કિલો એક્સપાયરી જથ્થો ડમ્પીંગ સાઈડ પર નાશ કર્યો છે . ફુડ વિભાગે 6071 kg શંકાસ્પદ જથ્થા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
