તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
સાણંદ-વીરમગામ હાઈવે પર પોલીસને મોટી સફળતા: 1200 પેટી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું : રૂ.1.36 કરોડના દારૂ સાથે ચાલકની ધરપકડ
સમગ્ર કૌભાંડમાં સામેલ હોવાના આરોપસર સુરેન્દ્રનગરના ત્રણ અન્ય વ્યક્તિઓને વોન્ટેડ જાહેર

અમદાવાદના સાણંદ-વીરમગામ હાઈવે પર પોલીસે એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડ્યું છે, જે રાજસ્થાનથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યું હતું. આ કાર્યવાહીમાં પોલીસને સફળતા મળી છે અને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
આ દરોડા દરમિયાન, કન્ટેનરમાંથી અંદાજે 1200 પેટીઓ મળી આવી હતી, જેમાં 32,000 થી વધુ દારૂની બોટલોનો સમાવેશ થાય છે. પોલીસે કન્ટેનર અને તેમાં રહેલા દારૂના આખા જથ્થાને જપ્ત કરી લીધો છે, જેની કુલ કિંમત આશરે 1.36 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે.
પોલીસે આ કેસમાં રાજસ્થાનના કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે. આ ઉપરાંત, આ સમગ્ર કૌભાંડમાં સામેલ હોવાના આરોપસર સુરેન્દ્રનગરના ત્રણ અન્ય વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ પોલીસ આ આખા નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી આ કાળાબજાર પાછળ કોનો હાથ છે તે જાણી શકાય
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
