<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

નર્મદા જિલ્લામાં હિન્દુ-મુસ્લિમ એકતાની અનોખી મિસાલ

ડેડીયાપાડામાં મુસ્લિમ સમાજે શ્રાવણની પદયાત્રામાં જોડાયેલા હિન્દુ શ્રદ્ધાળુઓની કરી સેવા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાની ભાવનાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું છે. શ્રાવણ માસ દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામેથી ડેડીયાપાડાના કોકમ મંદિર દર્શન માટે પગપાળા નીકળેલા હિન્દુ શ્રદ્ધાળુઓની મુસ્લિમ સમાજ દ્વારા સેવા કરવામાં આવી હતી.
  પદયાત્રીઓ ડેડીયાપાડા વિસ્તારમાંથી પસાર થતા સમયે મુસ્લિમ સમાજના પ્રમુખ ઈકબાલ સોલંકી અને તેમની ટીમ દ્વારા ભોજન, ફળ-ફ્રૂટ, પીવાનું પાણી સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.
  ધર્મ અલગ હોવા છતાં માનવતા અને ભાઈચારો સૌથી ઉપર છે, તેનો સંદેશ આપતું આ સેવાકાર્ય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ પદયાત્રીઓની કરવામાં આવેલી સેવા દેશની ગંગા-જમુની સંસ્કૃતિ અને કોમી એકતાની સુંદર તસવીર રજૂ કરે છે.
આ સેવાભાવી પ્રયાસથી સમાજમાં પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને ભાઈચારાનો સંદેશ વધુ મજબૂત બન્યો છે. ‘મઝહબ નહીં શીખાતા આપસ મેં બૈર રખના’ની ભાવનાને સાકાર કરતું આ દૃશ્ય આવનારી પેઢી માટે પણ એક પ્રેરણાદાયી મિસાલ બની રહ્યું છે

(10:45 PM IST)