<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

રાજપીપળા કસ્બાવડના રુંધા ફળિયામાં પીવાના પાણીમાં પીછા, હાડકા નિકળતા સ્થાનિકોમાં ભારે રોષ

આ ફળિયામાં લાંબા સમયથી કોઈ સફાઈ કામદાર પણ નહીં આવતા હોવાની વાત

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા કેટલાક વિસ્તારોમાં પાણીની વિકટ સ્થિતિ છે તેમાં કસ્બાવાડ વિસ્તાર માં પાણીમાં કચરો નિકળતા સ્થાનિકો રોષે ભરાયા છે
   મળતી માહિતી અનુસાર રાજપીપળા કસ્બાવડ વિસ્તારના રુંધા ફળિયામાં આજે પીવાના પાણીમાં પીછા, હાડકા જેવી વસ્તુઓ દેખાતા સ્થાનિકો માં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ સવારે આવેલા પાણીમાં કબૂતરના પીછા, હાડકા જેવી વસ્તુઓ નિકળી હોય આ પાણી અમે કઈ રીતે પી શકીએ..? અચાનક જ આવી વસ્તુઓ પાણીમાં નિકળતા ફળિયા માં રોગચાળો ફાટે તેમ લાગે છે માટે પાલિકા સત્તાધીશો આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ટાંકી સાફ કરાવે અને જરૂરી કામગીરી કરે, સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે ઘણા મહિના થી અમારા વિસ્તારમાં સાફ સફાઈ પણ થતી નથી સફાઈ કામદાર માત્ર રોડ ઉપર સફાઈ કરીને જતા રહે છે માટે સફાઈ અને પાણી બાબતે પાલિકા ના મુખ્ય અધિકારી યોગ્ય પગલા લે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

(10:47 PM IST)