<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

સુરત સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા :ચાઈનીઝ સાયબર ફ્રોડનો પર્દાફાશ : મુખ્ય આરોપીને ચેન્નાઈથી ઝડપી પાડ્યો

આરોપી બોગસ સોફ્ટવેર દ્વારા વર્ક ફ્રોમ હોમ જોબની લાલચ આપી કરોડો રૂપિયા પડાવતો: 34 બેંક એકાઉન્ટ મળી આવ્યા:દેશભરમાં 113 ફરિયાદો અને ૩૩ કરોડ 14 લાખ રૂપિયાથી વધુનું ફ્રોડ

સુરત સાયબર ક્રાઈમ પોલીસે આંતરરાજ્ય ડેટા એન્ટ્રી અને ચાઈનીઝ સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી લવલી ઉર્ફે રવિ અરોરાને ચેન્નાઈથી ઝડપી પાડ્યો છે. આરોપી બોગસ સોફ્ટવેર દ્વારા વર્ક ફ્રોમ હોમ જોબની લાલચ આપી કરોડો રૂપિયા પડાવતો હતો. તેની પાસેથી 34 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે, જેના દ્વારા દેશભરમાં 113 ફરિયાદો અને ૩૩ કરોડ 14 લાખ  રૂપિયાથી વધુનું ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

(12:46 AM IST)