<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં: પાક નિષ્‍ફળ જવાની ભીતિએ વધી મુશ્‍કેલી

કાળઝાળ ગરમી અને મેઘરાજાની લંબાયેલી રિસામણીના કારણે ઊભો પાક સુકાઈ જવાની અને નિષ્‍ફળ જવાની ભીતિ

અમદાવાદ,તા.૨૫: ચોમાસાની સિઝનમાં સારો વરસાદ વરસે તેવી આશાએ ખેડૂતોએ ભારે જહેમત અને ખર્ચ કરીને વાવણી કરી હતી. પરંતુ, લાંબા સમયથી વરસાદે વિરામ લેતા અને સિચાઈ તથા વરસાદી પાણીના અભાવે ખેતરોમાં રહેલો પાક મુરઝાવા લાગ્‍યો છે.સમયસર વરસાદ ન મળવાને કારણે ખેડૂતોને હવે મોંઘાતૃ મોંઘા બિયારણ, ખાતર અને ખેતી પાછળ કરેલો ખર્ચ ડૂબી જવાની ચિતા સતાવી રહી છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે, તો મોટો પાક નિષ્‍ફળ જવાની સંભાવના છે, જેના કારણે ખેડૂત આર્થિક સંકટમાં મુકાઈ શકે તેવી ગંભીર સ્‍થિતિ સર્જાઈ છે.

(10:21 AM IST)