<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

અમિતભાઇ ગુરૂવારે ગુજરાતમાં: લોકાર્પણ- બેઠક- પદવીદાન સહિતના કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેશે

ગાંધીનગર તા.૨૫: ગુજરાતના એક દિવસીય પ્રવાસ દરમિયાન અમિતભાઇ શાહ તા.૨૭ને ગુરૂવારે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેનાર છે.

અમિતભાઈના કાર્યક્રમોમાં હરિકળષ્‍ણ ફાઉન્‍ડેશન દ્વારા નવનિર્મિત ‘હેતની હવેલી' સરોવરના લોકાર્પણ પ્રસંગે હેતની હવેલી, પંચગંગા તીર્થ, દુધાળા, જી. અમરેલી ખાતે સવારે ૧૧:૩૦ કલાકે ઉપસ્‍થિત રહેશે.

જ્‍યારે ઓલમ્‍પિક અને કોમનવેલ્‍થ ગેમની કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા બેઠકમાં બપોરે ૨:૧૫ કલાકે, સર્કિટ હાઉસ, એનેક્ષી, શાહીબાગ, અમદાવાદ ખાતે માર્ગદર્શન આપશે. ગુજરાત વિદ્યાપીઠના ૭૨માં પદવીદાન સમારોહ નિમિત્તે બપોરે ૩: ૪૫ કલાકે પ્રાણજીવન વિધાર્થી ભવન, ગુજરાત વિદ્યાપીઠ, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ ખાતે ઉપસ્‍થિત રહેશે. ટ્રોએકા ફાર્માસ્‍યુટિકલ લી. દ્વારા આયોજિત RV Patel PharmInnova Awards-૨૦૨૬ એનાયત પ્રસંગે સાંજે ૫:૩૦ કલાકે તાજ સ્‍કાયલાઈન, તાજ સંકલ્‍પ સ્‍કવેર ૩, સિંધુભવન રોડ, થલતેજ, અમદાવાદ ખાતે ઉપસ્‍થિત રહેશે. જ્‍યારે ઘાટલોડિયા વિધાનસભાના લોકદરબાર (આંબલી - બોપલ-ઘુમા વિસ્‍તાર)માં સાંજે ૬:૧૫ કલાકે BKM સ્‍કૂલ, બોપલ પંચાયત રોડ, બોપલ, અમદાવાદ ખાતે ઉપસ્‍થિત રહેનાર છે.

(1:32 PM IST)