હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરતમાંસર્વિસ પિસ્તોલમાંથી મિસફાયરીંગ બાદ PSI પીએમ મકવાણાની હેડ ક્વાર્ટરમાં બદલી
નાના વરાછામાં સર્વિસ પિસ્તોલ સાફ કરતી વખતે અચાનક ગોળી છૂટતાં અરવિંદ પટેલને ઈજા થઈ હતી:તેમની ધરપકડના બદલે નોટિસ અપાઈ :ફાયરિંગના ચોક્કસ કારણોની તપાસ :પિસ્તોલ FSLમાં મોકલાઈ

સુરતના નાના વરાછા વિસ્તારમાં મિસફાયરિંગની ઘટના બન્યા બાદ PSI પીએમ મકવાણાની બદલી કરી નાખવામાં આવી છે. PSI પીએમ મકવાણાએ રટણ કર્યું છે કે પોતાની સર્વિસ પિસ્તોલ સાફ કરી રહ્યા હતા ત્યારે અચાનક ગોળી છૂટી હતી.
મિસફાયરિંગ દરમિયાન ગોળી અરવિંદ પટેલ નામના વ્યક્તિને વાગી હતી. ઘટના બાદ પોલીસ તંત્રમાં પણ ચકચાર મચી હતી. ગોળી કયા સંજોગોમાં ચાલી અને પિસ્તોલ હેન્ડલ કરતી વખતે ચોક્કસપણે શું બન્યું હતું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ તંત્ર દ્વારા PSI પીએમ મકવાણા સામે કાર્યવાહી કરવામાં આવી છે. બેદરકારી બદલ તેમની હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે. જોકે, આ મામલે તેમની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ દ્વારા તેમને નોટિસ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મિસફાયરિંગ ખરેખર કેવી રીતે થયું અને તેમાં પોલીસ કર્મચારીની બેદરકારી કેટલી હતી તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. સર્વિસ પિસ્તોલમાંથી ગોળી કેવી રીતે છૂટી તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતો એકત્ર કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
