<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

લાઠીના દુધાળા પાસે અમિતભાઇ શાહનું ગુરૂવારે આગમનઃ ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ

‘પદ્મશ્રી’ સવજીભાઇ ધોળકીયાની આગેવાનીમાં તડામાર તૈયારી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. રપ :.. લાઠી તાલુકાના દુધાળા નજીક હેત ની હવેલી ગાગડીયો નદી  નજીક ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુજરાત ગૌરવ સરોવરનું દેશના સહકાર અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે તારીખ ૨૭ ઓગસ્ટના રોજ લોકાર્પણ થનાર છે તેથી તડામાર  તૈયારી ચાલી રહી છે.

ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગાગડીયો નદી પર ૮૦,૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં ગુજરાત ગૌરવ સરોવરનું નિર્માણ કાર્ય કરવામાં આવેલ છે જેમાં ૨૩ કરોડ લિટર પાણીનો સંગ્રહ થયેલ છે અંદાજિત ૪ કરોડના ખર્ચે સરોવરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ગાગડીયો નદી પર ૩૦ માર્ચ ૨૦૧૭ માં જળક્રાંતિ નો પ્રારંભ થયેલ જુદા જુદા ૪૦ જેટલા સરોવરનો નિર્માણ કરવામાં આવેલ છે તેથી ૧૦૦ ઉપરાંત ગામોના લોકોને ફાયદો થયો છે આ ઉપરાંત મહીસાગર ,કચ્છ, સિધ્ધપુર ,બનાસકાંઠા સહિતના વિસ્તારમાં ૨૦૮ જેટલા સરોવરનું નિર્માણ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ છે સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા બ્રિજેશ ધોળકિયા,નીતિન સાવલિયા, કનક પટેલ, નરેશ માયાણી, સહિતના લોકો જહેમત ઉઠાવી રહ્ના છે તે મનોજ જોશી ની અખબારી યાદીમાં જણાવેલ છે.

(12:39 PM IST)