હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 25th August 2026
અમદાવાદના રાણીપ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચનો હેર સલૂનમાં દરોડો: રૂ.1.15 લાખના 38.390 ગ્રામ ડ્રગ્સ સાથે હિરેન ભટ્ટને ઝડપી લીધો
ઝડપાયેલા હિરેન ભટ્ટને ગોમતીપુર વિસ્તારનો રહીમ અન્સારી નામનો શખ્સ આ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતો: ડ્રગ્સ આપનાર રહીમ અન્સારી પોલીસ પકડથી ફરાર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાણીપ વિસ્તારમાં આવેલા એક હેર સલૂનમાં અચાનક દરોડો પાડ્યો હતો. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન સલૂનમાંથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવતાં ક્રાઈમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી કરીને હિરેન ભટ્ટ નામના યુવકની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી હતી.
પોલીસ ટીમે દરોડા દરમિયાન સલૂનમાંથી 38 ગ્રામ 390 મિલિગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો છે. બજારમાં આ જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત રૂ.1,15,000 જેટલી થવા જાય છે. હેર સલૂનની ઓટલે કે અંદર નશીલા પદાર્થનું વેચાણ કે સંગ્રહ થતો હોવાનો ખુલાસો થતાં આસપાસના વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા હિરેન ભટ્ટને ગોમતીપુર વિસ્તારનો રહીમ અન્સારી નામનો શખ્સ આ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતો હતો. હાલમાં ડ્રગ્સ આપનાર રહીમ અન્સારી પોલીસ પકડથી ફરાર છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે NDPS (એનડીપીએસ) એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધીને ફરાર આરોપી રહીમ અન્સારીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી સઘન શોધખોળ હાથ ધરી છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
