હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ૨૭મી ઓગસ્ટે યોજાશે ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમ : નાગરિકો રૂબરૂ રજૂઆત કરી શકશે
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે અરજીઓ : બપોર પછી મુખ્યમંત્રી અરજદારોના પ્રશ્નો સાંભળી ઓનલાઈન નિવારણ કરશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતો ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 'રાજ્ય સ્વાગત' આગામી ૨૭મી ઓગસ્ટ, ગુરુવારના રોજ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નાગરિકો પોતાની વિવિધ સમસ્યાઓ અને રજૂઆતો સીધી મુખ્યમંત્રી સમક્ષ મૂકી શકશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ કરાયેલા આ 'સ્વાગત' (State Wide Attention on Grievances by Application of Technology) ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ દર મહિને રજૂઆતોનો ઝડપી અને સચોટ ઉકેલ લાવવામાં આવે છે. ઓગસ્ટ-૨૦૨૬ના આ રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટે નાગરિકો પોતાની અરજીઓ કે રજૂઆતો ૨૭મી ઓગસ્ટના રોજ સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આવેલા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં રૂબરૂ આવીને જમા કરાવી શકશે.
અરજીઓ સ્વીકારાયા બાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુરુવારે બપોર પછી કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેશે અને અરજદારોની રજૂઆતો રૂબરૂ સાંભળીને સંબંધિત અધિકારીઓને ઓનલાઈન માધ્યમથી તાત્કાલિક નિવારણ લાવવા માટે જરૂરી દિશાનિર્દેશો આપશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
