<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

નાના બાળકોના ડાયપરમાં MD ડ્રગ્‍સની હેરફરનો ઘટસ્‍ફોટ

સીપી વાંબાગ જમીર, ક્રાઇમ બ્રાન્‍ચ વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ઇન્‍ટરનેશનલ નેટવર્ક ધરાવતા ડીસીપી ભાવેશ રોજિયાની બાતમી આધારે સુરત રૂરલ SOG (એસપી રાજેશ ગઢીયાના ) સૌજન્‍યથી, એસીપી કિરણ મોદીના સંકલનમાં સુરત ક્રાઇમ બ્રાન્‍ચ pi જે. જી. પટેલ ટીમનુ મેગા ઓપરેશન સફળ.... : એર ઇન્‍ડિયાના સિનિયર ટેક્રિશયનની પુત્રીએ માનસી મલેશિયામાં એરલાયન્‍સમાં ફરજ, સ્‍ટેજ શો આર્ટિસ્‍ટ, ક્‍લાસિક ડાન્‍સ કરતા કરતા md ડ્રગ્‍સના હેરફેરની દુનિયામાં કૂદી પડી....ભીતરની ચોંકાવનારી રસપ્રદ કથા... : ૧ કિલો md ડ્રગ્‍સ સાથે ૧ યુવતી અને એક શખ્‍સ સાથે કુલ બે ડ્રગ્‍સ પેડલરો સકંજામાં સપડાયા

રાજકોટઃ તા.૨૫:  સુરતમાં લાંબા સમય થયા ચાલતાનો ડ્રગસ ઈન સુરત અભિયાન અંતર્ગત પોલિસ કમુશ્‍નર વંબાગ જમીર, ક્રાઇમ બ્રાન્‍ચ વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં આંતર રાષ્‍ટ્રીય લેવલે જેમના વિશાળ કોન્‍ટેકટ છે તેવા ડીસીપી ક્રાઇમ ભાવેશ  રોજિયાને મળેલ ચોક્કસ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્‍ચે, સુરત ગ્રામ્‍ય એસપી રાજેશ ગઢીયા હસ્‍તકની sog ટીમની મદદથી દિલ્‍હી, મુંબઈ એક્‍સપ્રેસ હાઈવે પરથી ૧ કિલો MD ડ્રગ્‍સ સાથે ૧ કુ વિખ્‍યાત મહિલા તથા ૧ અન્‍ય  શખ્‍સને પોલિસ ઇન્‍સ્‍પેક્‍ટર જે. જી. પટેલ ટીમ દ્રારા ઝડપી લેવામાં આવેલ છે.

*પકડાયેલ આરોપીઓના નામઃ- ૧. માનસી W/O અબ્‍દુલ સૈયદD/O ચંદ્રકાન્‍ત શિરસાઠ ઉવ.૪૧ રહે. બી/૧૭૦૩, સરગમ, નાંદેડ શીટી ડાયનમીક કાર વોસ સેન્‍ટરની સામે પુણે શહેર જી. પુણે (મહારાષ્‍ટ્ર) તથા હાલ રહેવાસી. ૧૧૯ કોલીવરી વિલેજ, કલીના સાંતાક્રુઝ ઇસ્‍ટ મુંબઈ

 ૨. સોહેલ સુલેમાન શેખ ઉવ.ર૦ રહે.૧૧૯ કોલીવરી વિલેજ,કલીના સાંતાક્રુઝ ઇસ્‍ટ મુંબઈ

* બજે કરેલ મુદ્દામાલ

* મેફેડ્રોન ડ્રગ્‍સ કુલ્લે વજન ૯૭૭.૬૧ ગ્રામ કિંમત રૂપિયા ૨૯,૩૨,૮૩૦/-

* રોકડા રૂપિયા ૪૬૭૦/-

* મોબાઈલ ફોન-ર કિંમત રૂપિયા ૫૦,૦૦૦/-

* આધારકાર્ડ, બેગ-૨, પ્‍લાસ્‍ટીકની થેલી, જીપબેગ-૦૬ કિંમત રૂપિયા ૦૦/-મળી કુલ કિંમત રૂપિયા ૨૯,૮૭,૫૦૦/

*આરોપી માનસી W/O અબ્‍દુલ સૈયદ નો ગુનાહીત ઈતિહાસ

* ઈન્‍દોર ક્રાઈમ બ્રાંન્‍ચ ગુ.ર.નં. ૨૯/૨૦૨૧ મુજબ (૧૦૦ ગ્રામ ડ્રગ્‍સ)

સદર પકડાયેલ આરોપીઓ પૈકી માનસી W/O અબ્‍દુલ સૈયદ નાની અગાઉ પણ વર્ષ - ૨૦૨૧ મા ઈન્‍દોર ક્રાઈમબ્રાંચ દ્વારા ૧૦૦ ગ્રામ જેટલા મેફેડ્રોન ડ્રગ્‍સમાં ઝડપાયેલ છે. પોતે ચારેક વર્ષની જેલ કાપેલ હોવાની કેફીયત આપેલ છે. આ કેસમા માનસી અલગ અલગ પાર્ટીમા બે વર્ષ સુધી ડ્રગ્‍સ સપ્‍લાય કરતી હોવાનુ ખુલવા પામેલ છે. માનસીનાઓ છોકરાઓના ડાયપરમા એમ.ડી. ડ્રગ્‍સ છુપાવીને સપ્‍લાય કરતી હોવાનુ આ તપાસમા ખુલેલ છે.

તેના પિતા અગાઉ એરઈન્‍ડીયા ખાતે સિનીયર ટેકનીશિયન તરીકે કામ કરતા હોઈ તેનો ઉછેર તથા અભ્‍યાસ મુંબઈ ખાતે થયેલ છે પોતે ધોરણ-૧૦ સુધીનો અભ્‍યાસ કરેલ છે અને એર ઈન્‍ડીયા કોલોની મુંબઈ ખાતે તેના પિતા રીટાયર્ડ થયા ત્‍યા સુધી વર્ષ-૨૦૧૬ સુધી રહેલ છે.

અગાઉ પોતે હરીયાણા તથા પંજાબ અને દિલ્‍હી ખાતે સ્‍ટેજ શો આર્ટીસ્‍ટ સાથે કામ કરેલ છે. અને બેંગ્‍લોર ખાતે પણ આઠ વર્ષ જેટલુ રહેલ છે. માનસી ક્‍લાસિકલ ડાન્‍સ જાણે છે. અગાઉ પોતે દુબઈ, સિંગાપોર, મસ્‍કત, બહેરીન ખાતે વિઝીટ કરેલ છે. તેણી પોતે એ પણ જણાવે છે કે અગાઉ ‘‘ મલેશિયન એરલાઈન્‍સમા'' એર હોસ્‍ટેસ તરીકે પણ કામ કરેલ છે. હાલ એમ્‍બ્રોડરીના ધંધા સાથે સંકળાયેલ હોવાનુ જણાવે છે.

(2:08 PM IST)