<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ગુજરાતમાં ઘાસચારાની અછત નહીં, 301 ગામમાં 16 લાખ કિલો ઘાસચારો પહોંચાડ્યો

રાજ્યમાં હાલ ઘાસચારાની કોઈ અછત નથી અને વન વિભાગ પાસે હજુ 361 લાખ કિલો ઘાસચારો અનામત ઉપલબ્ધ

અમદાવાદ :   વરસાદની ઘટની સ્થિતિમાં પશુપાલકો અને પશુધનની સુરક્ષા માટે રાજ્ય સરકારે ઘાસચારાની વ્યવસ્થા તેજ કરી છે. અત્યાર સુધીમાં રાજ્યના 301 ગામોના આશરે 90 હજાર પશુધન સુધી 16 લાખ કિલો ઘાસચારો પહોંચાડવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા મુજબ, રાજ્યમાં હાલ ઘાસચારાની કોઈ અછત નથી અને વન વિભાગ પાસે હજુ 361 લાખ કિલો ઘાસચારો અનામત ઉપલબ્ધ છે. પશુપાલકોને આર્થિક રાહત આપવા માટે માત્ર રૂ. 2 પ્રતિ કિલોના રાહત દરે ઘાસચારો આપવામાં આવી રહ્યો છે. સ્થાનિક જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લેવા તમામ જિલ્લા કલેક્ટરોને અધિકૃત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે જરૂરિયાત મુજબ ઘાસચારાનું વિતરણ અને અન્ય રાહત કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રહેશે.

(8:37 PM IST)