હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૯ વર્ષ પહેલા ગુમ થયેલ બહેનને શોધી કાઢી તેના વાલીવારસ સાથે મીલાપ કરાવતી નર્મદા જીલ્લા પોલીસ
તેઓ તેમના પતિ અને બાળકો સાથે રહેવા માંગતા હોય જેથી જરૂરી કાર્યવાહી કરી રાજપીપલા પોલીસ સ્ટેશનમાં આ બાબતે નોંધ કરી ગુમ થનાર બહેનને શોધી કાઢવામાં આવેલ.

( ભરત શાહ દ્વારા ) નર્મદા : વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢી તેમના સગા-સબંધીને સોંપવા સારૂ અસરકારક કામગીરી કરવાની સુચના અને માર્ગદશન અનુસંધાને આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓની સુચના આધારે રાજપીપલા પો.સ્ટે. ગુમ જાણવા જોગ ન. ૩૦/૨૦૦૭, ગુમ થયેલ ગોમીબેન રસ્સાભાઇ મીયરભાઇ દમાની રહે.તિથલપુરા તા.તળાજાની જી. ભાવનગરનાની સને ૨૦૦૭ના વર્ષમાં ગુમ થયેલ હોય જે બાબતે તેઓની તથા તેમના પરિવાર બાબતે તપાસ કરતા તેઓભાવનગરથી તેમના પરિવાર સહિત નર્મદા જીલ્લામાંમજુરી કરવા આવેલ હોય અને નર્મદા જીલ્લામાં નાંદોદ તાલુકાના હજરપરા ગામે રહેતા હોય આ દરમ્યાન આ ગુમ થનાર બહેન શીતળા માતાના મંદિરે દર્શન કરવા ગયેલ ત્યાંથી ગુમ થયેલ હોય અને તેમના પરિવાર દ્વારા આ બહેનની શોધખોળ કરવા સારૂ ઘણા પ્રયત્નો કરવા છતાં મળી નહી આવતા આ બહેનની ગુમ થવા બાબતનીફરીયાદ તેમના માતા લીલાબેન રસ્સાભાઇ કોળી નાઓએરાજપીપલા પોલીસ સ્ટેશનમાં આપતા ગુમ થયેલ બહેનની શોધખોળ કરવા સારૂ રાજપીપલા પોલીસે તેમના પરિવાર તેમજ સગા-સબંધી, મિત્રવર્તુળનીઉંડાણપુર્વકપુછપરછ કરેલ પરંતુ બહેનની કોઇ ભાળ મળી શકેલ નથી
આ દરમ્યાન જીલ્લાની એલ.સી.બી. તથા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા તપાસ કરતા તે દરમ્યાન ગુમ જાણવા જોગ બાબતે હ્યુમન સોર્સ તેમજ ટેક્નીકલ એનાલીસીસ દ્વારા માહીતી મળેલ કે ગુમ થયેલ ગોમીબેન તે સઢૌલી, દુલીચંદપુર (ઉત્તરપ્રદેશ) ખાતે હોવાની માહીતી આધારે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગની ટીમ મોકલતાતેઓએ સ્થાનિક પોલીસની મદદથી સઢૌલી ગામે જઇ ગુમ થનાર બહેન ગોમીબેનને શોધી કાઢી ઉત્તરપ્રદેશના રામપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી ગુમ થનાર ગોમીબેનને તેના પરિવાર સાથે વિડીયો કોલથી મીલાપ કરાવવામાં આવેલ. આ દરમ્યાન ગુમ થયેલ ગોમીબેનની પુછપરછ કરતાં તેણે જણાવેલ કે તેઓ સને- ૨૦૦૭માં તેઓની સાથે મજુરી કરતા શ્રીરામ સાથે પ્રેમસબંધ હોય જેથીરાજપીપલા મેળામાં આવેલ ત્યારે ઘરના કોઇ સભ્યને કહ્યા વગર ભાગી ગયેલ અને તેમના પતિ શ્રીરામ સાથે આર્ય સમાજ મંદિર હરીદ્વાર ખાતે રાજી-ખુશીથી લગ્ન કરેલ. અને આ લગ્નથી અમને ચાર બાળકો છે. અને તેઓ તેમના પતિ અને બાળકો સાથે રહેવા માંગતા હોય જેથી જરૂરી કાર્યવાહી કરી રાજપીપલા પોલીસ સ્ટેશનમાં આ બાબતે નોંધ કરી ગુમ થનાર બહેનને શોધી કાઢવામાં આવેલ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
