હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડેડીયાપાડા ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદની બેઠક, સોનગઢ તાલુકા પ્રેસિડેન્ટ તરીકે ઉમેશભાઈ ડી. વસાવાની નિમણૂક
“સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન વસાવાએ સોનગઢમાં ફૂંક્યું સંગઠનનું રણશિંગું: ઉમેશભાઈ.ડી.વસાવાને તાલુકા પ્રેસિડેન્ટની જવાબદારી:સોનગઢમાં માનવ અધિકાર સુરક્ષા પરિષદની નવી ટીમ તૈયાર: ઉમેશભાઈ ડી. વસાવાને તાલુકા પ્રેસિડેન્ટની જવાબદારી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ, નવી દિલ્હી દ્વારા ડેડીયાપાડા વિશ્રામ ગૃહ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સંગઠનની કામગીરી, માનવ અધિકારોના રક્ષણ તથા સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ, નવી દિલ્હીના સંસ્થાપક ડૉ. ટી.એમ. ઓંકારના માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન વસાવા દ્વારા તાપી જિલ્લાના સાતકાશી ગામના યુવાન ઉમેશભાઈ ડી. વસાવાની સોનગઢ તાલુકા પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડેડીયાપાડા ખાતે યોજાયેલી બેઠક દરમિયાન સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન વસાવાના હસ્તે ઉમેશભાઈ ડી. વસાવાને આઇકાર્ડ, પ્રમાણપત્ર તથા ઓથોરિટી લેટર અર્પણ કરી સત્તાવાર રીતે જવાબદારી સોંપવામાં આવી હતી.
બેઠકમાં માનવ અધિકારોના રક્ષણ, અન્યાય સામે સંગઠિત રીતે અવાજ ઉઠાવવા, જરૂરિયાતમંદ લોકોને કાયદેસર માર્ગદર્શન અને ન્યાય અપાવવા તેમજ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ સંગઠનની કામગીરીને વધુ અસરકારક બનાવવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
નવનિયુક્ત સોનગઢ તાલુકા પ્રેસિડેન્ટ ઉમેશભાઈ ડી. વસાવાએ સંગઠને સોંપેલી જવાબદારીને નિષ્ઠા, પારદર્શિતા અને જવાબદારીપૂર્વક નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સંગઠનના આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઉમેશભાઈ ડી. વસાવાની નિમણૂકથી સોનગઢ તાલુકામાં માનવ અધિકાર અંગે જાગૃતિ વધશે અને સંગઠનની કામગીરીને નવી દિશા મળશે.
ડેડીયાપાડા ખાતે યોજાયેલી આ બેઠક સાથે સોનગઢ તાલુકામાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદની સંગઠનાત્મક કામગીરીને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
