હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નર્મદા જીલ્લામા રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે સ્પેસ ક્વિઝનું આયોજન
સ્પર્ધામાં ભારતના અવકાશ કાર્યક્રમ, ચંદ્રયાન અને મંગળયાન જેવા મહત્વપૂર્ણ મિશન, ઉપગ્રહો, રોકેટ ટેકનોલોજી, સૂર્યમંડળ તેમજ ખગોળવિજ્ઞાનને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ચન્દ્રયાન ૩ ના સફળ ઉતરાણની સફળતાના ત્રણ વર્ષની ઉજવણીના ભાગ રૂપે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી ગુજકોસ્ટ–ગાંધીનગર પ્રેરિત મંથન નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજપીપળા દ્વારા વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા અને રસ વધે તે હેતુથી સ્પેસ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું.
ક્વિઝમાં વિવિધ શાળાઓના કુલ ૧૬૦ કરતા પણ વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભારતના અવકાશ કાર્યક્રમ, ચંદ્રયાન અને મંગળયાન જેવા મહત્વપૂર્ણ મિશન, ઉપગ્રહો, રોકેટ ટેકનોલોજી, સૂર્યમંડળ તેમજ ખગોળવિજ્ઞાનને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાનની માહિતી મેળવવાની સાથે ભારતીય વૈજ્ઞાનિકો અને ભારતના ગૌરવશાળી અવકાશ કાર્યક્રમથી પરિચિત થવાની તક મળી હતી. આ બાબતે મંથન નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્ર ના જીલ્લા કોર્ડિનેટર મિહિરસિંહ રણાના જણાવ્યા અનુસાર વિજેતા વિદ્યાર્થીઓને ગુજરાત સાઈન્સ સિટીના પરિવાર સહિતના ફ્રી વાઉચર આપવામા આવ્યા હતા.
કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી, સૌને અલ્પાહાર કરાવી તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મંથન નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમ તથા શિક્ષકોએ સહયોગ આપ્યો હતો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
