હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેડિયાપાડાની ડુમખલ ચેક પોસ્ટ પરથી એલસીબી ટીમે રૂ.૭.૬૫ લાખના દારૂના મુદામાલ સાથે એકને ઝડપી પાડ્યો
મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું રેકેટ ક્યારે ખતમ થશે એ કહેવું મુશ્કેલ છે

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના દેડિયાપાડાની ડુમખલ ચેક પોસ્ટ પરથી નર્મદા એલસીબીએ લાખોના દારૂના મુદામાલ સાથે એકને ઝડપી લીધો હતો
મળતી માહિતી અનુસાર નર્મદા એલસીબી પીઆઇ આર.જી. ચૌધરી ને મળેલી બાતમીના આધારે તેમણે ટીમને સૂચના આપતા એલસીબી ટીમ ડુમખલ ચેક પોસ્ટ પર વોચમાં હતી ત્યારે (૧) દેવજી રતા વસાવે (ઉ.વ.૪૧ ) (રહે.કુકડીપાદર, તા. અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓએ બોલેરો ફોર વ્હીલ ગાડી નંબર GJ 13 AW 5279 માં ગેરકાયેદસર ભારતીય બનાવટના વિદેશી દારૂના ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૨,૪૦૦ કિ.રૂ.૪,૬૦,૮૦૦/- તથા મહેન્દ્રા કંપનીની બોલેરો ફોર વ્હીલ ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭,૬૫,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તથા આરોપી ઉમેશભાઈ પારસીંગભાઈ વસાવા( રહે.કણજી તા.ડેડીયાપાડા જી.નર્મદા) નાઓ સ્થળ ઉપરથી નાશી જઈ તથા આરોપી જીતેન્દ્ર માનસીંગ વસાવે (રહે.બગદરી તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)નાઓએ પકડાયેલ મુદામાલનો જથ્થો ભરી આપતા પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
