હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પત્ની સાથે આડા સંબંધો હોવાનો વ્હેમ રાખી દંપતી પર હુમલો કરી ઇજા કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ
આરોપીએ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં આડા સંબંધ નો વ્હેમ રાખી માર મારનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર મુકેશભાઇ મેલાભાઇ તડવી (રહે. લાછરસ, કોટવાલ ફળીયું તા.નાંદોદ જી.નર્મદા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ લાછરસ ગામે ફરીયાદી તથા કૈલાશબેનનાઓ પોતાના ઘરે હાજર હતા તે વખતે રાજેશભાઇ ચીમનભાઇ તડવીનાઓ આવી ફરિયાદીને કહેવા લાગેલ કે કેમ મારી પત્નિ સાથે આડા સબંધ રાખે છે તેમ કહેતા ફરીયાદીએ આરોપીને કહેલ કે મારે તારી પત્નિ સાથે કોઇ આડા સબંધ નથી તેમ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરી.ને માં-બેન સમાણી ગાળો બોલી તેના હાથમાં રહેલ લોખંડના હાથાવાળી વાસી ફરી.ના ડાબા ગાલ પર મારતા વાસીની આગળની અણી ફરિ.ના ડાબા ગાલ પર વાગતા ફરી.ને ત્રણ ટાંકા પર આવેલ અને કૈલાશબેન ફરી.ને બચાવવા જતા વચ્ચે પડતા કૈલાશબેનનાઓને આરોપીએ તેના હાથમાં રહેલ લોખંડના હાથાવાળી વાસી ડાબા હાથની કોણીથી નીચેના ભાગે મારી ફેક્ચર કરી તેમજ ડાબા હાથની વચ્ચેની આંગળીમાં મારી ફેક્ચર કરી ઇજા કરી હોય અને ફરી.ને આરોપીએ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
