<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

રાજપીપળાથી વડોદરા વાયા પોઇયા બ્રિજ પરથી એસટી બસો ચાલુ કરવા વિવિધ વેપારી મંડળ, રાજપીપલાની રજૂઆત

રાજપીપળાથી વડોદરા પોઇચા બ્રિજ પરથી એસ ટી નિગમની તમામ બસ સેવા શરૂ થાય તથા રાજપીપળાથી ડભોઇ ફોર લેન રોડ નવો તૈયાર થયો હોય પોઇયા બ્રિજ નવો બનાવવા માંગણી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા વિવિધ વેપારી મંડળે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું છે કે રાજપીપળાથી વડોદરા વાયા પોઇયા બ્રિજ પરથી એસટી બસો ચાલુ કરાવવી
     વિવિધ વેપારી મંડળ દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરી રજૂઆત કરી જણાવ્યું છે કે હાલમાં પોઇચા બ્રિજ બંધ હોવાથી રાજપીપળાથી વડોદરા વાયા તિલકવાડા થઈ અવર-જવર કરવા માટે ઘણી તકલીફ પડે છે જેઓ કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વેપારી વર્ગ અને સામાન્ય નાગરિકો કે જેઓ દરરોજ અપ ડાઉન કરે છે તેમનો ઘણો સમય બગડે છે તથા સમયસર પહોંચી શકતા નથી જેના કારણે રાજપીપળાથી વડોદરા પોઇચા બ્રિજ પરથી એસ ટી નિગમની તમામ બસ સેવા શરૂ થાય તથા રાજપીપળાથી ડભોઇ ફોર લેન રોડ નવો તૈયાર થયો છે તો પોઇયા બ્રિજ નવો બનાવવા પણ અમારી માંગણી છે તેવી વિવિધ વેપારી મંડળ રાજપીપળા દ્વારા વિનંતી કરવામાં આવી છે.

(9:35 PM IST)