<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો

PMJVKના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર તરીકે પોતાની નિમણૂક કરી હોવાનું તેમજ કુલપતિના પગાર સાથે પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર તરીકેનો પણ પગાર મેળવ્યો હોવાના આક્ષેપ

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે પોલીસ ફરિયાદ નોંધવાની માગ સાથે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. સંગઠનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે PM જનવિકાસ કાર્યક્રમ (PMJVK)ની ગ્રાન્ટમાં નાણાકીય ગેરરીતિ કરવામાં આવી હતી અને પૂર્વ કુલપતિએ પોતાના હોદ્દાનો ખોટો ઉપયોગ કર્યો હતો. નિરજા ગુપ્તાએ PMJVKના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર તરીકે પોતાની નિમણૂક કરી હોવાનું તેમજ કુલપતિના પગાર સાથે પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર તરીકેનો પણ પગાર મેળવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. 

  વધુમાં, PMJVKની ગ્રાન્ટમાંથી રૂ. 9 લાખથી વધુની રકમ દીકરાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. પૂર્વ કુલપતિ દ્વારા PMJVKના નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્યો પણ વિરોધમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

(9:53 PM IST)