<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ગુજરાત ATSની વધુ એક મોટી કાર્યવાહી: હિમાચલ પ્રદેશમાં નોંધાયેલા 1 કિલોગ્રામ હેરોઇન કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ

ગુજરાત ATSએ અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી આઝાદસિંહ જયપાલસિંહ વાલ્મીકી નામના આરોપીની ધરપકડ કરી: આરોપી મૂળ લખનૌરા, અંબાલા, હરિયાણાનો રહેવાસી

અમદાવાદ :ગુજરાત ATSની વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. હિમાચલ પ્રદેશમાં નોંધાયેલા 1 કિલોગ્રામ હેરોઇન કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત ATSએ અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી આરોપીની કરી ધરપકડ કરી છે. આઝાદસિંહ જયપાલસિંહ વાલ્મીકી નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી મૂળ લખનૌરા, અંબાલા, હરિયાણાનો રહેવાસી છે. માધુપુરાની હોટલ ગોવિંદમમાંથી ધરપકડ કરી હતી . હિમાચલ પ્રદેશના શિમલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, આ અગાઉ આજે જ ગુજરાત ATS એ પંજાબના એક વોન્ટેડ ગુનેગારની ધરપકડ કરી છે.

(9:58 PM IST)