હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાબરકાંઠાના ઈડરના સમલાપુરમાં 8 વર્ષના માસૂમ બાળકની હત્યા: આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા : કુવામાંથી મળ્યો મૃતદેહ
બાળકને શા માટે નિશાન બનાવવામાં આવ્યું અને આરોપી સાથે તેની કોઈ ઓળખ કે અગાઉનો સંબંધ હતો કે કેમ તે સહિતના મુદ્દે પોલીસ તપાસ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સમલાપુરમાં 8 વર્ષના માસૂમ બાળકની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળક રવિવાર રાતથી ગુમ થયા બાદ પરિવાર અને પોલીસ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન મામલો ગંભીર ગુનામાં ફેરવાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ 19 વર્ષના સાવનજી ઠાકોર નામના યુવક પર બાળકના અપહરણ અને હત્યાનો આરોપ છે. શંકાસ્પદ યુવકની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે ગુનાની કબૂલાત કરી હોવાની માહિતી સામે આવી છે.પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે ગામની સીમમાં આવેલા એક કૂવામાં તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ કૂવામાંથી માસૂમ બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહને જરૂરી કાયદેસરની કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ કેસમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. બાળકને શા માટે નિશાન બનાવવામાં આવ્યું અને આરોપી સાથે તેની કોઈ ઓળખ કે અગાઉનો સંબંધ હતો કે કેમ તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. 8 વર્ષના બાળકની હત્યાની ઘટનાથી સમલાપુર સહિત આસપાસના વિસ્તારમાં ભારે આક્રોશ અને શોકની લાગણી જોવા મળી રહી છે. પરિવારજનો અને ગ્રામજનો દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
હાલ ઈડર પોલીસે આરોપી સાવનજી ઠાકોરને કાયદેસરની કાર્યવાહી હેઠળ કોર્ટમાં રજૂ કરવાની તૈયારી હાથ ધરી છે. પોલીસ આરોપીના રિમાન્ડની માંગ કરી શકે છે, જેથી હત્યાની સમગ્ર ઘટનાક્રમ, કથિત અપહરણનું કારણ અને ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે વધુ પૂછપરછ થઈ શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
