<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ઓનલાઇન કેબ અને બાઇક ટેક્સી એપ્લિકેશનોના વિરોધમાં ગુજરાતભરના રિક્ષા ચાલકોએ 'રોજીરોટી આંદોલન' મારફતે વિરોધ પ્રદર્શનનું બ્યુગલ ફૂંક્યું

ઓલા, ઉબર, રેપિડો અને ભારત ટેક્સી જેવી કંપનીઓ દ્વારા સરકારી પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરીને રિક્ષા ચાલકોનું શોષણ કરાતું હોવાનો અને સફેદ નંબર પ્લેટ વાળા ટુ-વ્હીલર ગેરકાયદેસર રીતે દોડાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો

અમદાવાદ : ઓનલાઇન કેબ અને બાઇક ટેક્સી એપ્લિકેશનોના વિરોધમાં ગુજરાતભરના રિક્ષા ચાલકોએ 'રોજીરોટી આંદોલન' મારફતે મોટાપાયે વિરોધ પ્રદર્શનનું બ્યુગલ ફૂંક્યું છે. ઓલા, ઉબર, રેપિડો અને ભારત ટેક્સી જેવી કંપનીઓ દ્વારા સરકારી પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરીને રિક્ષા ચાલકોનું શોષણ કરાતું હોવાનો અને સફેદ નંબર પ્લેટ વાળા ટુ-વ્હીલર ગેરકાયદેસર રીતે દોડાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. 

  આ મામલે વિરોધ દર્શાવવા ગુરુવારે રાજ્યભરના રિક્ષા સંગઠનો અમદાવાદથી ગાંધીનગર સુધી રિક્ષા પાછળ પોસ્ટરો લગાવીને રેલી સ્વરૂપે પહોંચશે અને વાહનવ્યવહાર વિભાગને આવેદનપત્ર પાઠવશે. આ લડાઈને વધુ ઉગ્ર બનાવતા રિક્ષા ચાલકોએ આગામી ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ વધુ એક રજૂઆત કર્યા બાદ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬થી ૭૨ કલાક સુધી ભૂખ હડતાલ પર ઊતરવાનું અને માંગણીઓ ન સંતોષાય તો ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬થી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું એલાન કર્યું છે.

(11:46 PM IST)