<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

સાવલીના ઉમેડા ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવીને નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થની હેરાફેરી કરતા એક શખ્શની ધરપકડ

પકડાયેલા આરોપી વિરુદ્ધ NDPS (એન.ડી.પી.એસ.) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ

વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકના વિસ્તારમાંથી માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભાદરવા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉમેડા ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવીને નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થની હેરાફેરી કરતા એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.આ સફળ કામગીરી બાદ જિલ્લા પોલીસની વિવિધ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ NDPS (એન.ડી.પી.એસ.) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા જપ્ત કરાયેલા નશાકારક પદાર્થના જથ્થાની ગણતરી અને તોલમાપ કરવાની કામગીરી ચાલી રહી છે, તેમજ પદાર્થની ચોક્કસ ઓળખ માટે FSL (એફ.એસ.એલ.) ની ટીમોની મદદ લેવામાં આવી છે.

(11:50 PM IST)