હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 26th August 2026
વાવના ભાટવરવાસ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ ડેપ્યુટી સરપંચ ડાહીબેન પ્રજાપતિને તાત્કાલિક અસરથી તેમના હોદ્દા પરથી બરતરફ કરાયા
ગૌચર જમીન પરના દબાણ મામલે સત્તાનો દુરુપયોગ કરવા અને ફરજ પ્રત્યે ઘોર દુર્લક્ષતા દાખવવા બદલ વાવ થરાદ જીલ્લાના જીલ્લા વિકાસ અધિકારી મોટી કાર્યવાહી

બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) કલ્પેશ શર્મા દ્વારા એક મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગૌચર જમીન પરના દબાણ મામલે સત્તાનો દુરુપયોગ કરવા અને ફરજ પ્રત્યે ઘોર દુર્લક્ષતા દાખવવા બદલ વાવ તાલુકાના ભાટવરવાસ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ ડેપ્યુટી સરપંચ ડાહીબેન પ્રજાપતિને તાત્કાલિક અસરથી તેમના હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, થોડા મહિનાઓ અગાઉ પણ દબાણના આ જ ગંભીર મુદ્દે ડીડીઓ દ્વારા ગ્રામ પંચાયતના સરપંચને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે ઇન્ચાર્જ ડેપ્યુટી સરપંચ સામે પણ લાલ આંખ કરીને હોદ્દા પરથી હટાવવામાં આવતાં પંચાયતી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
