<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ડીસામાં ગાયત્રી મંદિર પાસે એક શખ્સ અત્યંત લોહીલુહાણ હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર

ડીસા ઉત્તર પોલીસની ટીમે ઘટનાને ગંભીરતાથી લઈને સ્થળ પર પહોંચી:ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર અર્થે પોલીસવાન મારફતે ત્વરિત સિવિલ હોસ્પિટલ ખસેડ્યો

 

બનાસકાંઠાના ડીસામાં આવેલા ગાયત્રી મંદિર પાસે એક શખ્સ અત્યંત લોહીલુહાણ હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં બનાવસ્થળે ઉમટી પડ્યા હતા અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી સેવા તેમજ ડીસા ઉત્તર પોલીસને માહિતી આપવામાં આવી હતી. બનાવ અંગે જાણ થતાં જ ડીસા ઉત્તર પોલીસની ટીમે ઘટનાને ગંભીરતાથી લઈને સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર અર્થે પોલીસવાન મારફતે ત્વરિત સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, તેમજ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

(12:10 AM IST)