હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 26th August 2026
સરખેજ પોલીસને મોટી સફળતા : હત્યા કેસમાં ફરાર આરોપીને શિલજ વિસ્તારમાંથી ઝડપ્યો
આરોપી ગુનો આચર્યા બાદથી નાસતો-ફરતો હતો અને તેની વિરુદ્ધ BNSS મુજબ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.

અમદાવાદ :સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એક મોટી સફળતા મેળવીને સરખેજમાં નોંધાયેલા હત્યા કેસમાં છેલ્લા પાંચ મહિનાથી ધરપકડથી બચવા ફરાર રહેલા આરોપી વિશાલ ઠાકોરને શિલજ વિસ્તારમાંથી બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. મૂળ સરખેજ ગામના પટેલવાસનો રહેવાસી આ આરોપી ગુનો આચર્યા બાદથી નાસતો-ફરતો હતો અને તેની વિરુદ્ધ BNSS મુજબ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. બાતમી મળતાની સાથે જ સર્વેલન્સ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને કસ્ટડીમાં લીધો હતો અને આગળની કાયદેસરની તપાસ અર્થે તેને તપાસ અધિકારીને સોંપી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
